Tuesday, April 01, 2014

બ્લોગના ચાર વર્ષ - એક નાનકડી ફોટો-વાર્તા

આજની તારીખે મારા બ્લોગના ચાર વર્ષ પૂરા થાય છે. પહેલી વર્ષગાંઠની પોસ્ટમાં મેં નિરંતર બકવાસ કરેલો, બીજી વર્ષગાંઠે લાંબોલચક નિબંધ ઢસડી મારેલો, ત્રીજી વર્ષગાંઠે તો કવિતા સુધ્ધાં લખી નાખેલી. એટલે આ ચોથી વર્ષગાંઠે વિચાર છે કે કંઇક  નવું જ કરીએ. આ વખતે કંઇક નવા મીડીયમથી કરીએ. તો રજૂ થાય છે એક નાનકડી ફોટો વાર્તા - ફોટાથી ય કંઇક કાંતી શકાય ને વાર્તા ગૂંથી શકાય. હેપ્પી ફોર્થ બર્થડે ટુ ચરખો! 

થાઈલેન્ડની રાજધાની બેંગકોકની નજીક અયુથ્યા નામની એક હેરીટેજ સાઈટ આવેલી છે. આ અયુથ્યા પંદરમીથી અઢારમી સદીની વચ્ચે સિયામ રાજ્યની રાજધાની  હતી. કદાચ હિંદુ અને બૌદ્ધ ધર્મની અસરના લીધે અયુથ્યા અને રામાયણની 'અયોધ્યા' વચ્ચે સંબંધ તો ખરો જ. અયુથ્યાના પરંપરાગત મહેલો અને મંદિરો  જોવા અને માણવાલાયક છે. તે ઉપરાંત અયુથ્યા પાસે એક 'રોયલ એલીફન્ટ ક્રાલ' આવેલી છે જે એલીફન્ટ સ્ટેના નામે પણ જાણીતી છે. આ એલીફન્ટ ક્રાલ હાથીઓ માટેનો વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, નાની અસ્પતાલ અને દેખરેખ રાખવા માટેનું સ્થળ છે - વિવિધ પ્રકારના હાથીઓ માટેનું ઘર. આ હાથી ઘરમાં તમે (માણસ હોવા છતાં) એક સ્વયંસેવક તરીકે કે પર્યટક તરીકે રહી શકો છો. સ્વયંસેવક કે પર્યટક તરીકે રહેવા માટે ભાડું ભરવું પડે છે અને આ જ પ્રકારના ફંડ-ફાળાથી આ સંસ્થા ચાલે છે. થાઈલેન્ડના ગ્રામીણ અને જંગલ વિસ્તારોમાં તો હાથીનો ઉપયોગ લગભગ પાલતુ પ્રાણી તરીકે થાય છે. આ હાથીઘરમાં ઘણીવાર જંગલી હાથી પણ આવે છે,  જેમને વખત જતાં પાલતુ બનાવવામાં આવે છે. જંગલી  હાથીઓ માટેની બધી વ્યવસ્થા અલગ છે, બાકીના હાથીઓને હળીમળી શકાય છે. લોકો પૈસા આપીને હાથીઓ  સાથે સમય વિતાવવા આવે છે. 

પહેલી ફેબ્રુઆરી, 2008ના રોજ અમે (હું અને મારા એ) આ એલીફન્ટ ક્રાલ ફરવા માટે ગયા હતા. આ કેમ્પસના પાછળના ભાગમાં નદી વહે છે. આ નદીની આસપાસવાળો ભાગ બહુ જ સુંદર હતો. અમે ત્યાંના સ્થાનિક લોકો જોડે કંઈ વાતચીતની ભાંજગડમાં હતાં, તેટલામાં જ એક હાથી તેના મહાવત સાથે આવી ચઢે છે. પછી આગળની વાર્તા ફોટોગ્રાફ્સની મદદથી સાંભળો.


















બાળવીર ધૂબાકાવાળા!

5 comments:

  1. વાહ ! સફળતાપૂર્વક ચાર વર્ષ બ્લોગ લખવા બદલ અભિનંદન ! તસ્વીરકથાનો પ્રયોગ ગમ્યો ! ઝાડ પરથી પાણીમાં ભૂસકા મારતા બાળકોની ઈર્ષા આવી મને તો !

    ReplyDelete
  2. વાહ વાહ! ચરખા ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. બહુ સરસ ફોટો સ્ટોરી છે. મજા પડી ગઈ!!! અભિનંદન ઋતુલ.

    ReplyDelete
  3. what a chitra katha... amar!

    ReplyDelete
  4. ચાર સુંદર વર્ષો બદલ અભિનંદન , ઋતુલભાઈ .

    . . આ 'હસ્તિ'નાપુર જોવાની મજા પડી :)

    ReplyDelete
  5. Congrats !!
    Carry it on & on...

    ReplyDelete