(મિત્રો, ભૂટાનની સફર ચાલતી રહેશે
પણ વચ્ચે નવી-સવી બનતી ઘટનાઓ આ બ્લોગમાં ઉમેરાતી રહેશે. બ્રિસ્ટલમાં
હરતાં-ફરતાં અનાયાસે જ આ પોસ્ટ લખાઈ ગઈ. )
બહુ
વખત પહેલાની વાત છે, બ્રિસ્ટલ નામનું એક બંદર હતું. જે એવોન નદીના પટ પર
રહેતું હતું, જેમ સત્તરમી સદીનું પ્રખ્યાત સુરત બંદર તાપી નદીના પટ પર રહે
છે તેમ. સત્તરમી સદીના સુરત અને પંદરમી સદીના બ્રિસ્ટલમાં ઘણી સામ્યતાઓ હતી
અને સમુદ્રમુખે હોવાની એક સરખી ભૌગોલિક સ્થિતિ પણ. ઔદ્યોગિક ક્રાંતિના
પહેલાના સમયમાં બ્રિસ્ટલએ ઇંગ્લેન્ડનું લંડન પછીના મોટા શહેરોમાં ગણાતું
હતું. તેના ભૌગોલિક સ્થાનને લીધે ઇંગ્લેન્ડ-અમેરિકી સંસ્થાનો અને આફ્રિકી
સંસ્થાનો વચ્ચે થતાં ત્રિકોણીય વ્યાપાર, ગુલામોની ખેપો વગેરે બ્રિસ્ટલથી
થતી. ઔદ્યોગિક ક્રાંતિ પછી લીવરપુલ, બર્મિંગહામ અને માન્ચેસ્ટરનો વિકાસ
ઝડપી થયો, પણ ગુલામીની પ્રથા બંધ થવાથી અને બ્રિસ્ટલ બંદરનો વ્યાપાર ઓછો
થવાથી બ્રિસ્ટલનો આર્થીક વિકાસ તે શહેરોની સરખામણીમાં ઓછો થયો. જો કે
બ્રિસ્ટલનું મહત્વ ઈંગ્લેન્ડના દક્ષીણ-પશ્ચિમ વિસ્તારના વેપાર,
કળા-સંસ્કૃતિ, રોજગાર, શિક્ષણના કેન્દ્ર તરીકે યથાવત રહ્યું છે.
બ્રિસ્ટલ નામએ શહેર કરતાં વધુ જાણીતું છે. યુ.એસ-કેનેડામાં મળીને બ્રિસ્ટલ નામ સાથે સંકળાયેલી ત્રીસ-પાંત્રીસ જગ્યાઓ છે. બ્રિસ્ટલ શહેર સિવાય 'બ્રિસ્ટલ' નામ હોટેલ, કાર, સિગારેટ કે તમાકુ વગેરે સાથે જોડાતું રહ્યું છે. જેનું કારણ આ શહેરનો બંદર તરીકેનો ઈતિહાસ અને અહીંના જાણીતા ઉદ્યોગ કેન્દ્રો છે. ભારતમાં જાણીતી 'બ્રિસ્ટોલ' નામની સિગારેટ બ્રાન્ડનું નામ પડવાનું કારણ અહીનો તમાકુનો વેપાર હોઈ શકે. 'વિલ્સ' કંપનીની સ્થાપના બ્રિસ્ટલમાં થઇ હતી. તેના મુખ્ય મથક સમું મકાન આજે 'ટોબેકો ફેક્ટરી'ના નામે ઓળખાય છે અને તેના નવીનીકરણ બાદ ત્યાં એક સંસ્કૃતિક કેન્દ્ર છે. આ મકાનમાં અત્યારે થીયેટર, રેસ્ટોરેન્ટ, માર્કેટ વગેરે આવેલા છે. તે સિવાય, બ્રિસ્ટલમાં લક્ઝરી કાર બનતી અને વિમાન બનાવવાની ફેક્ટરી તો અત્યારે પણ છે. વળી, એવોન નામ પણ પ્રખ્યાત છે. ઈંગ્લેન્ડમાં જ આ નામની મૂંઝવણ પેદા કરે તેટલી નદીઓ છે, જેમકે શેકસપિયરના જન્મસ્થળનું નામ 'સ્ટ્રેટફર્ડ-અપોન-એવોન' (એટલે કે એવોન પર આવેલું સ્ટ્રેટફર્ડ) છે, પણ તે એવોન નદી બ્રિસ્ટલની એવોન કરતા જુદી છે.
કોઈપણ શહેરને તેમાં મળતા પિક્ચર પોસ્ટકાર્ડ પ્રમાણે તો નિરૂપી જ શકાય કે જેમાં શહેરના જાણીતા લેન્ડમાર્ક હોય, ગ્લાસ કે મેટલના ચમકારાવાળા મકાનો કે પરંપરાગત સ્થાપત્ય હોય. આવા ચિત્તાકર્ષક, મોહક અને સુપાચ્ય શહેરની પોસ્ટકાર્ડ આવૃત્તિ સિવાયનું એક શહેર હોય છે, જીવતું-જાગતું-ધબકતું, શહેરના પેટાળમાં આવેલું શહેર, છુપાયેલું છતાં છતું અને થોડું શોધવાથી જડી જતું શહેર. બ્રિસ્ટલની ભૂગર્ભ કે સમાંતર સંસ્કૃતિ, સ્ટ્રીટ આર્ટ, સ્વયંફૂર્ત ઘટનાઓમાં મને ખૂબ રસ પડે છે. પશ્ચિમી સભ્યતાની ઔપચારિકતા, આયોજનબધ્ધતા, વ્યવસ્થાપન સામે તે તુલનાભેદ તો પૂરો પડે જ છે પણ સાથે સાથે પેલી ઔપચારિકતાઓ અને સમાજની રૂઢિચુસ્તતા સામે બંડ પોકારીને પડકાર ઉભો કરે છે. આગળ આ બ્લોગમાં 'સ્ટ્રીટ આર્ટ - હાંસિયામાં જીવતું મૂક આંદોલન' વિષે લખી ચૂક્યો છું. તેનાથી આગળ આજે બ્રિસ્ટલમાં લટાર મારતા તેની સમાંતર સંસ્કૃતિ અને સ્ટ્રીટ આર્ટ કેવી રીત મળી આવે છે તેની વાત કરીએ.
પાનખરમાં લટાર મારવાની મજા અલગ છે. ફૂટપાથો પર પીળા-ભૂખરાં પાંદડાઓની જાજમ બિછાવી હોય, મંદ-મંદ પવન અને છૂટાં-છવાયા વાદળો વાળું આકાશ. ક્યારેક એવું લાગે કે કવિતાઓ, લલિત-નિબંધો અને જાહેર સ્મૃતિમાં વસંતને વધારે પડતું મહત્વ મળે છે અને પાનખરને વધુ પડતો ફટકાર. ઉત્તર ગોળાર્ધના પશ્ચિમી દેશોમાં પાનખર ઋતુ બહુ સુંદર હોય છે, પ્રેમમાં પડી શકાય તેવી. બાકી શિયાળામાં તો ઉદાસ થવાની અને જીંદગી શાબ્દિક અર્થમાં બેરંગ થવાની શક્યતા વધુ હોય. એક મિત્રના કહેવા પ્રમાણે શિયાળામાં લોકો કાળા-ભૂખરાં, પગથી માથાં સુધીના કપડાં પહેરીને એક-બીજા સાથે વાત કર્યા વિના નીચું ઘાલીને ફરતાં હોય છે, જયારે વસંત-ગ્રીષ્મ-પાનખરમાં લોકોનો ઉત્સાહ અલગ હોય છે. બહુ માની ન શકાય તેવી વાત છે કે કોઈક દિવસ તમે અકારણ ખુશ થઇ જાઓ અને પછી ખબર પડે કે 'ઓહો, તડકો ખીલ્યો છે'. પશ્ચિમી દેશોમાં આ ચારેય ઋતુ બહુ જ સાતત્યતા અનુભવી શકાય છે. બાકી કર્ક્વૃત્તના પડોશમાં રહેતા આપણને બે-અઢી ઋતુઓનો અનુભવ ક્યાં નથી, કે જેમાં બે ભાગમાં ઉનાળો હોય.
લટાર મારવા કે ચાલવા જવા માટે ચાલવાલાયક વાતાવરણ હોવું જરૂરી છે, યાંત્રિક વાહનોના વધતા જતા આધિપત્ય વખતે તો ખાસ. ચાલવું કે લટાર મારવી એ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ 'latent demand' (સુપ્ત કે અપ્રગટ માંગ) હોય છે. એવી માંગ કે જે હંમેશા હોય જ છે અને જો તેને પૂરવઠો (અહીં ચલાવાલાયક વાતાવરણ) મળે તો જ તે માંગ પ્રગટ થાય છે. મરીઝના શેરોની સાથે અળવીતરાઈ કરવાની પરંપરા જાળવી રાખીએ તો - 'પૂરતો નથી ચાલવાનો આનંદ ઓ ખુદા, મરજી મુજબની થોડી ફૂટપાથ હોવી જોઇએ.' રસ્તાની સાથે ચાલવાલાયક ફૂટપાથ હોય તો રાહદારીઓ અને રાહદારીઓની 'ચલાયમાન' સંસ્કૃતિનો ઉદય થાય છે, રસ્તાઓ મજાના લાગે છે અને તેની અરસપરસ કૈંકને કૈંક બનતું રહે છે. ભારતીય શહેરોને જયારે 'વર્લ્ડ-ક્લાસ' બનાવવાની વાત કરીએ છીએ ત્યારે હોંગકોંગ-ન્યુયોર્ક જેવા ઊંચા કાચઘર કે લંડન જેવા મેટ્રો (અન્ડરગ્રાઉન્ડ)ની વાત થાય છે, પણ આ શહેરો જેવી ફૂટપાથોની કે ચાલવાલાયક વાતાવરણની જમીની વાત નથી થતી. અઘરી વાતો કરવામાં સહેલી અને પાયાની વાત ભૂલાઈ જાય છે. ટૂંકમાં, ફૂટપાથ હોય તો ચાલવાનું મન થાય, ચાલવાનું મન થાય તો ચાલવા જવાય, ચાલવા જવાય તો નીચે પ્રમાણેના ફોટા પાડવાનું મન થાય.

બ્રિસ્ટલમાં સ્ટ્રીટ આર્ટ
બ્રિસ્ટલ
શહેરની મધ્યમાં (સીટી સેન્ટર નજીક) સ્ટોક્સ ક્રોફટ નામનો વિસ્તાર આવેલો
છે. જે બ્રિસ્ટલના સ્ટ્રીટ આર્ટ (અર્બન આર્ટ) સહિતની કલાઓનું ધામ ગણાય છે.
સ્વતંત્ર-મિજાજીથી તુંડમિજાજી સુધીની રેન્જ ધરાવતા કલાકારોનો આ વિસ્તાર છે. આ
વિસ્તારમાં લગભગ દરેક દીવાલ રંગ-બેરંગી જોવા મળે છે. જાત-જાતની દુકાનો,
કેફે વગેરે છે, કોઈક સ્થાનિક વસ્તુઓને કે પરંપરાગત ખાન-પાનને કે પછી 'ફેર
ટ્રેડ'ને ઉત્તેજન આપે છે. (Fair Trade એટલે જ્યાંથી વસ્તુઓ આયાત થઇ હોય
ત્યાંના સ્થાનિકોનું કોઈ રીતે શોષણ ન થાય તેવી ખાતરી રાખતો વ્યાપાર).
અહીંની સ્થાનિક જનતા સંગઠિત છે અને આ વિસ્તારને 'વિકસિત' કરવા માટે સભાન
છે. આ મારા મત મુજબનું વર્ણન છે. પહેલી નજરે આવા વિસ્તારને 'હિપ્પીઓની
જમાત' અને બીજા વિસ્તારોની સરખામણીમાં 'પછાત કે વંચિત' કહી શકે છે. તમે
નીચે દોરેલા ભીંતચિત્રો પરથી કહી શકો કે આ વિસ્તાર અંગે તમે શું ધારવા
માંગો છો. બધા જ ફોટોગ્રાફ્સ ૫મી નવેમ્બર, ૨૦૧૧ના રોજ લીધેલ છે.
બ્રિસ્ટલમાં
સ્ટ્રીટ આર્ટ સૌથી વધારે આ વિસ્તારમાં જોવા મળે છે, પણ સાથે સાથે તેનો
ફેલાવો શહેરભરમાં છે. આ વેબસાઈટ એક સારું કેટેલોગ પૂરું પાડે છે. તેની
ઉપરના આ નકશા પરથી ખબર પડશે કે બ્રિસ્ટલી મોરલાઓ ક્યાં ક્યાં કળા કરી આવ્યા
છે અને તેનો ફેલાવો શું છે. સ્ટ્રીટ આર્ટ એ સતત ગતિશીલ, સતત બદલાતી કળા
છે. તેને સંઘરવી અઘરી છે અને તેનું સચોટ દસ્તાવેજીકરણ પણ અઘરું છે. બસ,
તમારી 'આંખ ઠારે એ કળા' અને 'જ્યાં ભાવક ત્યાં કળા'ની ફિલસુફી પર આધારિત
બધું સ્ટ્રીટ આર્ટનું કામ-કાજ હોય છે.
(Cultural Quarter) |
(Stocks Croft) |
(PRSC/Croft, Here PRSC means 'Peoples Republic of Stokes Croft')
|
(Frozen music Gallery - building with stone instead of sound) |
(Truth and Beauty) |
(Street music along with street art: the painting on the wall read as 'work...buy...consume...die') |
ઈંગ્લેન્ડના
શહેરોમાં એક બીજો અનેરો અનુભવ છે, સ્ટ્રીટ મ્યુઝીક. રસ્તે ચાલતા આવા
સ્થાનિક સંગીતકારો મળી આવે જે વાતાવરણને સુરાવલીઓથી ભરી દે છે. મેં ક્યારેય
કોઈના સંગીતમાં 'માંગવાનો' સૂર નથી જોયો પણ 'ખુશ કરવાનો' સૂર હમેશા જોયો
છે. સંગીતએ અર્બન આર્ટનું બીજું મહત્વપૂર્ણ પાસું છે, પણ તે વિષે આખી પોસ્ટ
ક્યારેક લખવામાં આવશે.
લટાર
મારતાં નીચે ફોટામાં દર્શાવેલ યુવાન કલાકારનો ભેટો થઇ ગયો. આ કલાકારોને
પોલીસથી સ્વાભાવિક રીતે જ આડવેર હોય. મેં પૂછ્યું કે, 'તમારો ફોટો લઉં?' તો
કહ્યું કે, ' એક મિનીટ, મને મારું હૂડ પહેરી લેવા દો'. પછી આ ફોટો પડ્યો.
યુ.કે. માં સીસીટીવી સંસ્કૃતિ બહુ વિકસેલી છે. સીસીટીવી સંસ્કૃતિ એટલે એવી
પરિસ્થિતિ કે ક્લોઝ સર્કીટ કેમેરા લગાવવાથી હૈયે ધરપત લાગે અને પોલીસ
મોટાભાગના ગુના સીસીટીવીથી ઉકેલતી હોય. એક મિત્રના કહેવા પ્રમાણે 'આખો દેશ
બીગ બ્રધરના (બીગ બોસનું મૂળ સંસ્કરણ) સેટ જેવો લાગે છે'. નીચે પ્રમાણે આ
મિત્રને તેના કળા-પ્રદર્શનના કામમાં મૂકીને આગળ વધ્યો. બે-ત્રણ કલાકે પરત
આવતા તે કામ નીચે બતાવ્યા પ્રમાણે પૂરું થયેલું લાગતું હતું. જો કે વળી અઠવાડિયા પછી આ જ દીવાલ પર કૈંક નવું જ ચિતરામણ હતું.
(Artist at work) |
(Revisiting the same spot after 2-3 hours, it was done!) |
બેન્કસીના
ઉલ્લેખ વગર બ્રિસ્ટલના સ્ટ્રીટ આર્ટની વાત પૂરી કરવી શક્ય નથી. ઉપરનું
મ્યુરલ બી.બી.સી.એ કરેલા સર્વે મુજબ બ્રિસ્ટલના 'વૈકલ્પિક લેન્ડમાર્ક'
તરીકે પહેલો નંબર આવ્યું છે. તે વિષેનો અહેવાલ અહીં.
આ ચિત્રને બેન્કસીની શહેરને આપેલી ભેટ ગણવી કે પછી મહેણું કે પછી ખુલ્લી
ઉશ્કેરણી? એક ટેડી બેઅર હાથમાં પેટ્રોલ બોમ્બ લઈને પોલીસની સામે થાય છે અને
ઉપર શીર્ષક છે 'માઈલ્ડ માઈલ્ડ વેસ્ટ'. ક્યાં પરીપેક્ષમાં આ ચિત્ર છે તેની
ખબર નથી એટલે તેની પર વધુ પિષ્ટ-પીંજણનો મતલબ નથી.
બેન્ક્સીના આ પ્રખ્યાત ભીંતચિત્ર વિષે આગળની પોસ્ટમાં
વાત કરી ચૂક્યા છીએ. પણ તેનો પ્રત્યક્ષ ફોટો લેવાનો મોકો હમણાં જ મળ્યો. આ
ચિત્રથી આગળ ચાલતા જઈએ તો બ્રિસ્ટલનું સીટી મ્યુઝીયમ અને આર્ટ ગેલેરી આવે.
જેના અંદરના ભાગનું દ્રશ્ય નીચે પ્રમાણે છે. દુનિયાના સૌથી વિશાળ
મ્યુઝીયમમાંના એક એવા લંડનસ્થિત બ્રિટીશ મ્યુઝીયમ વિષે જોક છે કે 'તેમાં
કંઈ પણ બ્રિટીશ નથી, બધું જ દુનિયાભરમાંથી આણેલું છે'. પણ તેમાં એક વાત
સંપૂર્ણરીતે બ્રિટીશ છે - પધ્ધતિસર માહિતી એકઠી કરવી, આર્કાઈવ બનાવવા,
મ્યુઝીયમ બનાવવા અને સાચવવા. આ એક કળા છે અને તેમાં બ્રિટીશ પ્રજાની
માસ્ટરી છે. જો કે બીજા યુરોપીય સમજો બ્રિટનથી બહુ પાછળ નથી. બ્રિસ્ટલ
મ્યુઝીયમ એ કંઈ મહાન મ્યુઝીયમ નથી, પણ અહીં ઉછરતાં બાળકને સ્થાનિક ઇતિહાસની
અને કળા-સંસ્કૃતિની સમજ આપવી હોય તો તેની શરૂઆત અહીંથી ચોક્કસ કરી શકાય. આવા ભારતના દરેક શહેરમાં તેના સ્થાનિક ઇતિહાસની સમજ આપતા અભીક્રમોની અઢળક ખોટ વર્તાય છે.
Bristol city museum and art gallery |
૨૦૦૯ના
વર્ષની મધ્યે બેન્ક્સીને બ્રિસ્ટલ મ્યુઝીયમ-આર્ટ ગેલેરી દ્વારા એક
પ્રદર્શન ભરવાનું આમંત્રણ મળ્યું. લોકોથી ઉભરાતી આ જગ્યાને રીપેરીંગના
બહાના હેઠળ બંધ કરવામાં આવી. મ્યુઝીયમના સી.સી.ટીવીમાં હૂડ કે માસ્ક
પહેરેલો કલાકાર રાત-દિવસ કામ કરતો દેખાય છે અને આખરે જ્યારે આ ગેલેરી
ખોલવામાં આવી ત્યારે જબરો લોક્ધસારો જોવા મળ્યો. આ પ્રદર્શનનું નામ સચોટ
રીતે 'બેન્કસી વર્સીસ બ્રિસ્ટલ મ્યુઝીયમ' રાખાવામાં આવ્યું. આજે આ પ્રદર્શન
તો નથી પણ તેના અંગેના વીડિઓ અહીં અને અહીં જોઈ શકાશે. તેના ફોટોગ્રાફ્સ અહીં અને અહીં
જોઈ શકાશે. બેન્ક્સીને કોઈ રોબીન હૂડ માને છે તો કોઈ પબ્લીસીટી-ભૂખ્યો
ભાંગફોડીયો. જે માનવું હોય તે માની શકાય, પણ તેની અમુક-તમુક કલાકૃતિઓ
સ્પર્શી જાય છે તેમાં કોઈ બે મત નથી. બ્રિસ્ટલની સ્થાનિક સરકાર અને
વ્યવસ્થાપનને આખરે આ શહેરના આ બંડખોર કલાકારને યોગ્ય સન્માન અને પ્રદર્શન
માટેની જગ્યા આપી છે. ટૂંકી દ્રષ્ટિએ જોઈએ તો આ સરકાર અને સ્થાપિત હિતોની
ઠેકડી ઉડાડવાનું આમંત્રણ જ હતું, જે પ્રદર્શનમાં પ્રદર્શિત કૃતિઓથી સ્પષ્ટ
છે. આજે આ પ્રદર્શન તો નથી પણ તેનો એક નમૂનો જરૂર હાજર છે. નીચેની બે
તસ્વીરો જુઓં.
(Bristol Museum and Art Gallery's Poster: Banksy is no angel but he left us a present, discover his gift to Bristol inside) |
દેવદૂતની
પ્રતિમા પર ગુલાબી રંગનું ડબલું ઢોળેલું છે અને તેનો ચહેરો છૂપાયેલો છે. આ
બહુ સજ્જડ વિધાન છે અને જેના અનેક અર્થઘટનો શક્ય છે. સમાજના પરંપરાગત
કળાના પ્રેમનો વિરોધ કે પરંપરાગત સૌન્દર્યશાસ્ત્રનો ઉપહાસ કે પછી દેવદૂતના
'પ્રતિક'ને વિઘટિત કરવાનો પ્રયત્ન કે પછી સ્વર્ગીય પત્રોની ક્ષુલ્લકતાનો
પરચો વગેરે વગેરે. ટૂંકમાં, નવા અર્થો જન્માવે અને મનના ઊંડાણની મથામણ બહાર
લાવે તે કળા.
ઓક્યુપાય બ્રિસ્ટલ
(Occupy Bristol protests in front of the Bristol cathedral and the council house) |
ઓક્યુપાય વોલસ્ટ્રીટનો
વાયરો અહીં પણ પહોંચ્યો છે. બ્રિસ્ટલના મુખ્ય દેવળ, કાઉન્સિલ ઘર સામે લોકો
તંબૂ તાણીને બેઠા છે. આવું ઈંગ્લેન્ડના ઘણા નાના-મોટા શહેરોમાં જોવા
મળ્યું છે. ૧% લોકોની રમત સામે ૯૯% લોકોનો આ ગુસ્સો છે. આવી ઝૂંબેશોમાં
બધું જ વ્યાજબી કે વખાણવાલાયક નથી હોતું. પણ ભારતના લોકપાલ આંદોલન, આરબ
ક્રાંતિ, ઈંગ્લેન્ડના રમખાણ અને અમેરિકાની ઓક્યુપાય ઝૂંબેશ - આમ તો આંદોલન,
ક્રાંતિ, રમખાણ અને ઝૂંબેશ વચ્ચે કોઈ સામ્યતા નથી - પણ હકીકત એ છે કે અલગ
અલગ દેશોમાં પોતપોતાની વ્યાજબી કે ગેરવ્યાજબી માંગણીઓ લઈને કે ક્યારેક કોઈ
સ્પષ્ટ માંગણી વગર લોકો રસ્તા પર છે. ઘણું ખોટું છે અને ઘણું બદલાવું જોઈએ
તે વાત વ્યાપક છે. કઈ રીતે અને કેવી રીતે તે ઈતિહાસ જ કહેશે.
A Hoarding in Bristol - Run for the Olympics tickets in London. |
પોઝીટીવ
બનો, પોઝીટીવ વિચારો, કશું મન પર નહિ લો, બધું થવા દો, જુઓ, દુનિયા કેટલી
સુંદર છે. you can win, તમે બધું સરસ કરી રહ્યા છો.પોઝીટીવ વિચારોમાં શક્તિ
છે, જીવનમાં કોઈ લક્ષ્ય રાખીને કામ કરો. બધું પ્લાનિંગ પ્રમાણે કરતા જાઓ.
બધું સારું થઇ જશે. એમને એમ બેસી નહિ રહો, ઉભા થાઓ, દોડો, ખરીદો નહિ તો રહી
જશો, છેલ્લી તક, જલ્દી કરો, દોડો દોડો. આવો મોકો ચૂકતા નહિ. જીવન એક
સ્પર્ધા છે, જેમાં તમારે પહેલો નંબર લાવવાનો છે, ઇતિહાસમાં કોઈ બીજા નંબર
વાળાની વાત નથી કરતુ, પહેલો નંબર, દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિએ, દરેક
વાતમાં આટલું બધું વિચારવાનું નહિ, હવે થોડું ખોટું કરવું પડે તો કરવું
પડે, તમે ખાવ-પીવો ને જલસા કરો. દોડો, ખરીદો નહિ તો રહી જશો... છેલ્લી તક.
એક
એવો આશાવાદ હોય છે જે નિર્દયી હોય છે, ક્રૂર હોય છે, બેફીકર કે ભોળો
હોય છે. કે પછી જો કાં તો નિર્દયી કે બેફીકર કે ભોળા બનીએ તો જ આશાવાદમાં
રાચી શકાય. આવો આશાવાદ ઉપરના ફકરાના ઉદગારોમાં વ્યક્ત થયો છે જે વારંવાર
સમાજમાં સંભાળવા મળે છે. આવા કદાચ ઉદગારો સમય સાથે બદલાતા રહે છે, જેમ
સમાજના મૂલ્યો બદલાય છે તેમ. ઉપરના ઉદગારો બજારવાદ કે ઉપભોક્તાવાદ પ્રચલિત
થવા સાથે આવતાં ઉદગારો છે. હવે બધું જ વેચાણલાયક બની જાય છે અને લોકો
ગ્રાહક. ભલે પછી તે શિક્ષણ હોય, કલાકૃતિ હોય, સ્વાસ્થ હોય કે બીજું કંઈ.
ખરીદોને ખુશ રહો એટલે કે ખરીદી શકો તો ખુશ રહો. પશ્ચિમી સમાજમાં અને કદાચ
ભારતમાં પણ જો તમે નિરાશ હોવ તો ખરીદી કરવા જાઓ - તેવું સૂત્ર વ્યાપક છે.
અંદરથી ભાંગી પડતા સમાજ અને તેની સાથે આવતાં માનવ-સંબંધોના પ્રશ્નો વચ્ચે
ખુશી-ખુશી જીવવું હોય તો પછી નકરો આશાવાદ જ જોઈએ. પછી આ આશાવાદનું
શ્રધ્ધાના બજારમાં આધ્યાત્મિકતાની ભેળસેળ કરીને વેચાણ કરતા ધર્મગુરુઓ આવે,
'સફળ થવાની ચાવી' આપતા મેનેજમેન્ટ ગુરુઓ આવે, તેમના ચેલા પણ આવેને ખપે.
'આશાવાદ એ જ સત્ય અને જગત મિથ્યા' માનીને ચાદર લંબાવીને સુઈ જાઓ. આવા
આશાવાદને ઉપરના મ્યુરલમાં નામ મળે છે 'નિર્દયી આશાવાદ'. ઉપભોક્તાવાદ અને
તેની સાથે આવતાં આશાવાદમાં પશ્ચિમી સમાજોનો પહેલો નંબર આવે, જો કે હવે ભારત
પણ બહુ લાંબો સમય પાછળ રહે તેવું લાગતું નથી.
આ
વર્ષે એપ્રિલ મહિનામાં સ્ટોક્સ ક્રોફટમાં રમખાણ ફાટી નીકળ્યા. અહીં
રમખાણોનો અર્થ 'ટોળાં અને પોલીસ વચ્ચે થતી મારામારી અને તોફાન' એવો થાય છે
'બે ટોળાં વચ્ચે' નહિ, એ જાણ ખાતર. સ્ટોક્સ ક્રોફટના તોફાનો પાછળનું કારણ હતું, આ વિસ્તારમાં ટેસ્કો નામના સુપર-માર્કેટની રીટેઈલ ચેઈન ધરાવતા સ્ટોરનું આગમન. અહીના લોકોનું માનવું હતું કે આ વિસ્તારમાં ટેસ્કોના પ્રવેશવાથી સ્થાનિક વ્યાપાર-ધંધાને નુકસાન જશે. સ્વતંત્ર-મિજાજી કલાકારો અને સ્વપ્નશીલ ચળવળખોરોના રહેણાંક વિસ્તારમાં ગ્લોબલાઈઝેશન અને તેની સાથે આવતી ઠંડી ક્રુરતાના પ્રતિકસમા ટેસ્કોની હાજરી કેવી રીતે હોઈ શકે? આ અંગે તો વિસ્તૃત અહેવાલ અને એક વીડિઓ અહીં જોઈ શકાશે. બે રાતના તોફાનો અને હિંસક-અહિંસક દેખાવોનો કરુણ અંત આવે છે. ટેસ્કો બે મહિના પછી પોતાનો સ્ટોર ખોલે છે અને કહે છે કે સ્થાનીક વિસ્તારના 'નવીનીકરણ' માટે અને તેમાં મૂડી આકર્ષવા માટે તેઓ કટિબદ્ધ છે. ટેસ્કો સ્ટોરની લગભગ સામેના મકાનની બાજુની દીવાલ પર ઉપરનું ભીંતચિત્ર આવેલું છે, જે 'ટેસ્કો સામેના યુદ્ધ'ની યાદ અપાવે છે. સીટી કાઉન્સીલના સભ્યો અને શહેરી વિકાસ સાથે સંકાયેલા લોકો ખાનગીમાં માને છે કે કાયદાકીય ગૂંચનો ફાયદો લઈને આ સ્ટોરને મંજૂરી મળી છે અને સૈદ્ધાંતિક રીતે સ્થાનિક લોકોનો વિરોધ હોય તેવી પ્રવૃત્તિઓ તે વિસ્તારમાં નહિ થવી જોઈએ.
બ્રિસ્ટલમાં હરતાં-ફરતાં, લટાર મારતાં ઘણી તસવીરો ખેંચી છે, સ્થાનિક કળા, રાજકારણ અને સામાજિક સમસ્યાઓની ઝાંકી થઇ છે, પાનખરનો વૈભવ અને શરદની શરૂઆત જોઈ છે. એક સુંદર શહેરની ભૂતળ જોઈ છે, તેનો રોજેરોજનો ઈતિહાસ અને રોજેરોજની ક્રાંતિ જોઈ છે. એવોનના વહેતા પાણીની જેમ આ પ્રવાહો સમયાંતરે બદલાશે, ઋતુઓ બદલાશે, દીવાલો બદલાશે, ભીંતચિત્રો બદલાશે, કલાકારો બદલાશે પણ કળા અને લટારો જીવતી રહેશે તેવી આશા સહ...
તમે પણ સ્ટ્રીટ આર્ટના ચાહક છો એ આજે જ ખબર પડી.... કમનસીબે આપણા ભારતમાં આટલી સારી સ્ટ્રીટ આર્ટ જોવા નથી મળતી... મોટે ભાગે લોકોને ત્યાં લગ્ન પ્રસંગે ઘરની બહાર ગણપતિ ચિતરાવવાનો રીવાજ હોય છે... જેને સ્ટ્રીટ આર્ટમાં ગણાવી દેવાય છે.. પણ હાર્ડકોર અને ક્રિએટીવ સ્ટ્રીટ આર્ટ જોવા નથી મળતી...
ReplyDeleteઆ એક વેબસાઈટ http://www.streetartutopia.com/ છે.
અને તેનું ફેસબુક પેજ https://www.facebook.com/streetartutopia
જે તેઓ નિયમિત અપડેટ કરે છે.
જેના પરથી હું આખી દુનિયાની સ્ટ્રીટ આર્ટ જોઈને તૃપ્ત થાઉં છું...
બાકી તો આપણે ત્યાં ટાગોર હોલ ની સામેના બ્રિજની દીવાલો પર નામ લખેલા જોવા મળે છે, અને ક્યારેક કોઈ મગજ ફરેલો પ્રેમી શિવરંજની ઓવરબ્રીજ પર જઈને પ્રેમની ફજેતી કરી આવે એ જ આપણી સ્ટ્રીટ આર્ટ...
પણ તમારા ફોટોગ્રાફ્સ જોઈને મેં મારા પ્રવાસપત્રકમાં બ્રિસ્ટલને ઉમેરી દીધું છે... !
મજ્જા પડી...
લખતાં રહેજો.
Thanks Tushar Acharya!
ReplyDeleteમઝા પડી,રૂતુલભાઈ.ભૂટાન પરના સુંદર મજાના લેખોથી તમારા બ્લોગનો પરિચય થયો.ભૂટાન યાત્રામાં વિક્ષેપ પડ્યો એ ન ગમ્યુ,પણ આ પોસ્ટ વાંચીને,જાવ તમને માફ કર્યા.સરળતા એ તમારા લખાણનું જમા પાસુ છે,એ જળવાઈ રહ્યુ છે.
ReplyDeleteબહુ જ ગમ્યું. શહેરમાં રહેવું અને શહેરમાં વસવું, એ બે બાબતો કેમ ભિન્ન ગણાય, તેનો આ પુરાવો છે. તમે બ્રિસ્ટલમાં વસ્યા અને બ્રિસ્ટલ તમારામાં! મળતા રહીશું.
ReplyDeleteસસ્નેહ,
ચિરાગ ઠક્કર 'જય'