11થી 13 જાન્યુઆરીએ ભારત સરકાર અને ગુજરાત સરકાર વાઈબ્રન્ટ સમિટ ઉજવવા જઈ રહી છે. એક સામાન્ય સમજણ મુજબ આ પ્રકારની સમિટ દ્વારા સરકાર વ્યાપાર અને ઉદ્યોગ જગતને સંદેશ આપે છે કે તુમ હમેં ગ્રોથ દો, હમ તુમ્હે 'બનતી મદદ' કરેંગે. તમે રોકાણ કરો, નવા ધંધા-ધાપા વિકસાવો અને અમે તમને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીશું. વાઈબ્રન્ટ ગુજરાત 2015ની વેબસાઈટ મુજબ આ છઠ્ઠી વાઈબ્રન્ટ ગુજરાત સમીટ હવે રોકાણકારોની મીટીંગથી આગળ વધીને જ્ઞાન વહેંચણી અને સામાજિક-આર્થિક બદલાવનું માધ્યમ બની ચુકી છે. હવે સરકાર કહે છે તો આપણે માની લેવું જોઈએ કે આ વાઈબ્રન્ટ જ્ઞાન વહેંચણી દ્વારા સામાજિક-આર્થીક બદલાવ ચોક્કસ આવતો હશે, મુકામે પહોંચ્યો નહિ હોય તો રસ્તામાં હશે તેવું ધારી લઈએ.
આ વેબસાઈટ પરથી જાણકારી મળે છે કે ગુજરાત સરકારનો મુખ્ય ધ્યેય છે ઇનક્લુઝીવ ડેવલોપમેન્ટ એટલે કે સર્વ-સમાવેશી વિકાસ. ટૂંકમાં, બધાને સાથે લઈને ચાલીએ તો ટકાઉ, લાંબા ગાળાનો વિકાસ થાય છે, તેવી વિભાવના છે. સરકાર દરેક ધંધાધારી, રોકાણકારને સાથે લઈને આર્થીક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા માંગે છે, તેવું ફલિત થાય છે. પણ સાથે સાથે એક વાત નહિ સમજાઈ કે જો આવું જ હોય તો પછી જ્યારે જ્યારે વિદેશી મહેમાનો આવવાના હોય અને આપણે કશુંક વાઈબ્રન્ટ કરવાનાં હોઈએ તો શહેરનાં મુખ્ય રસ્તાઓ પરથી ફેરીયા, પાથરણાંવાળા, લારી-ગલ્લાંવાળાને હટાવી દેવામાં કેમ આવે છે? શું આ પ્રકારના કુદરતી સ્થાનિક બજારો આપણી સંસ્કૃતિનો ભાગ નથી? શું તે લોકો જે કરે છે તે બીઝનેસ નથી કે પછી તેમનો બીઝનેસ જોઈએ તેટલો વાઈબ્રન્ટ નથી? શું આ બીઝનેસ પરથી લોકોના ઘર નથી નભતાં અને વધુમાં, શું આ બીઝનેસને લીધે શહેરમાં લાખો ગ્રાહકોને સસ્તી સામગ્રી નથી મળતી? તો પછી નાનાં ધંધાધારી કે રોકાણકારો કે જે વિકાસદરમાં મસમોટું યોગદાન આપે છે તેમના બીઝનેસ ડેવેલોપમેન્ટની કાળજી કોણ લેશે?
ઘણાં સરકારી અને ઉચ્ચ અને મધ્યમ વર્ગનાં લોકો ફેરિયા, પાથરણાં કે લારી-ગલ્લાંવાળાને ભાંડતા પહેલાં એ ભૂલી જાય છે કે તે પોતે આ બધા ધંધા ઉર્ફ બીઝનેસના રોજના ગ્રાહક છે. ગ્રાહક વગર ધંધો ન થાય. જો તે લારીઓ ઉપરથી ખરીદવાનું બંધ કરે તો લારીવાળાં વેચવાનું બંધ કરે. હકીકત એ છે કે આપણાં શહેરો આવા નાના-નાના ધંધાઓને લીધે સારી રીતે ચાલે છે. આપણને ઘર પાસે રોજનું શાક-પાંદડું મળી રહે છે એટલે આપણે અમેરિકન્સની જેમ વીકએન્ડમાં ગાડું ભરીને સામાન લેવા ક્યાંક દૂર સુધી જવું પડતું નથી. હવે તો પશ્ચિમના દેશોમાં પણ સ્થાનિક બજારોમાંથી સ્થાનિક ઉત્પાદનો સામાન ખરીદવાની ફેશન ઉપડી છે. તેમને સમજાયું છે કે અમુક પ્રકારની સ્વ-નિર્ભરતા જરૂરી છે, બધું વોલમાર્ટ કે ટેસ્કોમાંથી ન લવાય. જ્યારે આપણે ત્યાં સ્થાનિક બજારો, ઘર પાસેના જાણીતાં ફેરિયા કે લારીવાળાને આપણે શહેરનો ભાગ જ ગણતાં નથી. તેમને એક વાઈબ્રન્ટ બીઝનેસ નહિ પણ એક ન્યુસન્સ તરીકે જોવામાં આવે છે.
જેઇન જેકબસ નામનાં અમેરિકી નિષ્ણાત તો કહે છે કે સ્ટ્રીટ વેન્ડિંગના લીધે રસ્તાને આંખો મળે છે (આઈઝ ઓન ધ સ્ટ્રીટ) પરિણામે શહેરી રસ્તાઓ સલામત બને છે. કોઈને કોઈની સતત નજર રસ્તા પરની પ્રવૃતિઓ પર રહેવાથી છેડતી કે દોરા ખેંચવા જેવા ગુનાઓ ઓછા બને છે. તો પછી શા માટે આપણે સર્વ-સમાવેશી વિકાસમાં લારી કે પાથરણાવાળાને શામેલ નથી કરી શકતા? ઘણીવાર તે લોકો જાહેર જગ્યાનું યોગ્ય ભાડું ભરવા, પોતાની જગ્યા સાફ રાખવા, અમુકથી વધારે ફેલાવો નહિ કરવા માટે તૈયાર હોય છે. તેમને માનભેર ધંધો કરવો હોય છે અને તે માટે પોલીસ કે મ્યુનીસીપાલીટી તરફથી ઓફીશીયલ અભયવચન જોઈએ. ભદ્ર પ્લાઝા જેવા પ્રોજેક્ટમાં પણ શા માટે લારી-ગલ્લાંવાળા સાથે મળીને આગોતરું આયોજન ન થઇ શકે? શહેરના કહેવાતાં 'મોડેલ રોડ'ની વ્યાખ્યામાં લારી-ગલ્લાં કે પાથરણાંવાળાનો સમાવેશ કેમ થતો નથી? તેમનો સમાવેશ થતો નથી એટલે તો કહેવાતાં મોડેલ રોડ ભેંકાર થઇ ગયા છે. શું ચાલીસ મીટર પહોળાં મોડેલ રોડ પર બે-ત્રણ મીટરની સીમિત જગ્યા સ્થાનિક ધંધોના હંગામી ઉપયોગ માટે ન ફાળવી શકાય? શહેરના રસ્તાઓ પર આ પ્રકારની પ્રવૃતિઓને ઉત્તેજન આપવાથી શહેર ખરા અર્થમાં વાઈબ્રન્ટ બને છે! પોતાની વાઈબ્રન્ટ ઓળખને સ્વીકારનારા શહેરોમાં જ સર્વ-સમાવેશી વિકાસ થાય છે.
નવગુજરાત સમય, પાન નં 9, 04 જાન્યુઆરી (રવિવાર) 2015.
Today's article - Why isn't street vending 'vibrant' business?
The Gujarat government is going to organize the 6th 'Vibrant Gujarat' Summit to promote businesses and investments in the state. The 'Vibrant Gujarat' website tells us that the 'prime focus' of the government is 'inclusive development'. If it is so then why do they end up displacing street vendors from the city during the Vibrant summit? Aren't they businesses too? Why do we have to 'hide' the street vendors every time someone important visits the city? Why do the economic growth-lovers and free-marketeers do NOT consider the informal markets as 'markets'? Aren't they 'market' enough?People from higher-middle-governing class who hate the vendors forget that they are the regular customers of the street vending activities. Businesses don't operate without demand or without the clientele. Then shouldn't we include the vendors in our claims of inclusive development? While planning the Bhadra plaza or while planning the so-called 'model roads' in Ahmedabad, street vending should be part of the plans as an important function of the public space. Many vendors are ready to pay legitimate rent or to keep the place clean, but is the government - the police and the corporation - ready to make them legitimate part of the streets?

No comments:
Post a Comment