Wednesday, October 03, 2012

ગાંધીનું ટોળું

આજે આશ્રમને રસ્તે
ગાંધીનગરથી અલગ દિશામાં
હજારો ગાંધીઓને વિચરતા જોયા.

ના, એ ભૂલા નહોતા પડ્યા,
કદાચ ઊંઘમાં નહોતા ચાલતા,
કોઈકે તેમને હારબંધ ચાલવાનું કહેલું અને
કોઈક લાઉડસ્પીકર તેમને દિશા બતાવતું હતું.

એક-બે નહિ પણ ગાંધીઓનું ટોળું હતું.
હાથમાં લાકડી, નીચે પોતડી
માથે ટાલ, આંખે ચશ્માં,
છતાંય એ ટોળું હતું.
અને
ટોળામાં હોવું જોઈએ તે બધું ય હતું.
હાથમાં લાકડી, નજર સાંકડી,
માથે બધું સફાચટ, આંખે ડાબલા.
એ ટોળું હતું.

એટલા બધા ગાંધી, એટલા બધા ગાંધી કે
ઇન્કમટેક્સ ઓફીસ પહોંચતા
ટેક્સ ભરવા ગાંધીઓએ લાઈન લગાડી
એવી બાતમી વહેતી થઇ.

ગાંધી ચિંધ્યા માર્ગ એટલે કે
એમ. જી. રોડ પહોંચતા તો
ગાંધીઓએ જીદ પકડી કે
હવે તે જૂના શેરબજારનું ચવાણું ખાશે.

'ગાંધીનો વેશ' એવો જબ્બર કાઢેલો કે
યુવાનોને પ્રેરણા, ટીવીમાં બાઇટ્સ,
ગાંધીની પ્રસ્તુતતા, રસ્તે ટ્રાફિક જામ,
મહાત્માનો સંદેશ, છાપામાં ફોટા,
કેટકેટલું થયું અને રંગેચંગે ગાંધી હજાર ઘોડે ચઢ્યો.

પણ કોઈક કહી ગયું છે કે
આટલું ટોળું ભેગું કરીને અને આટલો લાંબો સમય
ગાંધી ક્યારેય કશું તોડતો નથી, ભાંગતો નથી.
એ કાયદા તોડતો રેકોર્ડ નહિ.


 2/10/2012


(Yesterday (on 2nd October) there was the procession in Ahmedabad of thousand Gandhi-look-alike kids gathered to break the Guinness world record. The above is my reflection of this event.)

Photo: Marcel van Paridon, Guiness Book World record attempt of Gandhi look alike 

10 comments:

  1. કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
    બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
    ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
    Guinness Book સુધી જવાનો તું રસ્તો બની ગયો.

    શ્રી શેખાદમ આબુવાલાની માફી સાથે...

    આજના ધર્મગુરુઓ અને રાજકારણીઓ જેમ જેમ ગાંધીની વધારે નજીક જવાનો પ્રયત્ન કરે છે તેમ તેમ ગાંધીને વધારે અભડાવે છે.

    બાપુને ગમતા શબ્દોમાં જ કહીએ તો "સબકો સન્મતિ દે ભગવાન !"

    ReplyDelete
  2. i like this kind of long poems that tell the whole story, written in this kind of journalistic style with least embellishments and yet have a pinching message that no reader can miss. i wouldn't call them verbose, let them be long enough like this to help pass on the appeal and impact to all and sundry. let it reach out to all - illiterate and lettered alike. i still remember the poems that had a story to tell : like 'kaludi kutarine aavya galudiya', 'aek idarno vaniyo' and 'puri aek andheri ne gandu raja'. and neither have i forgotten their moral lessons learnt in early childhood.

    ReplyDelete
  3. Amazing clarity of thoughts...problems..and processes

    ReplyDelete
  4. રેકોર્ડ-તોડ માનસિકતા નો તોડ

    ReplyDelete
  5. વાહ હ્રતુલ ભાઈ....!!

    ReplyDelete
  6. Rutul, at least it has kept the poet in you alive and well. I say that's a great plus. :)

    ReplyDelete
  7. બાવાઓના ફારસને તમે ઠીક અંજલિ આપી. ગાંધીના નામે ગિનેસ બુકમાં નામ નોંધાવવાની માનસિકતા કેવી દયનીય કહેવાય, એ પણ કોઇને ન સમજાય એ કેવી સવાઇ કરુણતા?

    ReplyDelete
  8. હવે એકલદોકલ ગાંધી આવે તો ખોવાઈ જાય.એટલે ગાંધીનાંય ટોળાં જ હોવાનાં. એ ય પાછા બાવાપ્રેરીત! ગાંધી ભૂલાઈ ગયાના આથી વધુ કયા પુરાવા જોઈએ?

    ReplyDelete
  9. પાછા બધા બાળકો ખુલ્લા પગે ચાલીને જતા હતા !

    ReplyDelete
  10. ગાંધીના નામે કઈ પણ? ખરું તૂત બનાવી દીધું છે ગાંધીના નામને... સ્પષ્ટ અને કટાક્ષયુક્ત અભિવ્યક્તિ.

    ReplyDelete