(Image Courtesy: India Together, URL: here) |
(ક્યાંય નહિ હોય તેવી જગ્યા છે. ત્યાં વર્ણન ન કરી શકાય તેવું ઝાડ છે. તેની નીચે બે પાત્રો દેખાય છે.)
ગગન: જાગીને જોયું તો જગન આખો દીસે નહિ.
જગન: (ઝાડ પાછળથી સામે આવીને) અહીં જ મૂવો છું, ગગનીયા.
ગગન: અરે વાહ, મારા વહાલા મિત્ર, આજે તો કઈ તૈયાર-બૈયાર થઈને ક્યાંક બહાર-વહાર જવા નીકળ્યો છે ને કંઈ...
જગન: વોટ આપવા જાવું છું.
ગગન: વાહ-વાહ, લોકશાહીના સાચા સિપાહી, લોકશાહીના વરઘોડામાં નાચવા નીકળ્યો છે ને કાંઈ...પછી પાંચ વર્ષ ચાદર ઓઢીને ગાઢ નિંદ્રામાં ઊંઘી જજો.
જગન: કેમ વાઈડાઈ કરે છે લ્યા! તું પણ ચાલ.
ગગન: હાહા... હું? હું કોઈકની રાહ જોવું છું, એ આવી જશે પછી જ મારો વોટ લેખે લાગશે.
જગન: એટલે...કોની રાહ જુવે છે?
ગગન: મેરા નેતા ચોર હૈ.
જગન: એમ?
ગગન: સબ અફસર ચોર હૈ.
જગન: હેહે... તો સાલા, તું શું છે?
ગગન: જીન દેશોમે ત્રિલોકપાલ હૈ વહાં ભ્રષ્ટાચાર કમ હૈ. (ગાવા લાગે છે) ત્રણેય લોકના પાલનહારા, હરે મુરારી ત્રિપુરારી...
જગન: ત્રિલોક્પાલ? એ વળી કઈ બલા છે?
ગગન: મને ખબર જ હતી. લોકશાહીના બણગાં ફૂંકવાવાળાને એટલું ય ભાન નથી હોતું કે તેમની સીસ્ટમ એટલી બધી ખવાઈ ચૂકી છે કે તેને વ્યવસ્થિત કરવા કૈંક નવું જોઈએ. ત્રિલોક્પાલ એક સ્વપ્ન છે, સંસ્થા છે, લોકશાહીને સાફસૂફી કરવાનું મશીન છે, જહેનસીબ છે.
જગન: લોકશાહીને સાફ કરવાનું મશીન? હાહાહા...ખીખીખી...કેમ લ્યા, આવું અઘરું-અઘરું બોલે છે આજે.
ગગન: આમ દાંત નહિ કાઢ, મુર્ખ જેવો લાગે છે! ત્રિલોક્પાલ ભ્રષ્ટાચાર દૂર કરશે, બધા નેતાઓ સીધા-દોર થઇ જશે, બધા ઓફિસરો વેતરાઈ જશે. ત્રણેય લોકમાં ભ્રષ્ટાચારનાં દાનવો કેટલો ત્રાસ વર્તાવી રહ્યા છે, હવે તેને દૂર કરવા કોઈ ત્રિપુરારીએ અવતાર લેવાની જરૂર છે.
જગન: એમ? એક માણસથી...એટલો બધો ફરક પડશે એમ...
ગગન: એક નહિ, ઘણા બધા...એક આખી સંસ્થા, યુ સી. કોઈ પણ રાજકારણથી પર, રાજકીય દબાણ વગરની સ્વતંત્ર સંસ્થા, અંગ્રેજીમાં ઓટોનોમસ અને ગુજરાતીમાં ઓટોમેટીક. ત્રીલોક્પાલના ત્રિશૂલ જેવા અણીદાર ત્રણ ખૂણા - જજ ખાતું, તપાસ ખાતું, વકીલ ખાતું. બધું ય એક સાથે. બધા એક છત્રી નીચે. બસ, પછી બધા ભેગા થઈને ભ્રષ્ટાચારીઓનો ખો કાઢી નાખશે...
જગન: ઓહો, એટલે ફ્લાયઓવર જેવું...
ગગન: આમાં ફ્લાય-ઓવર ક્યાંથી લાવ્યો, લ્યા?
જગન: એક ઉદાહરણ તરીકે. જો નીચે ટ્રાફિક જામ થઇ જાય, ભીડ-ભાડ થઇ જાય, ટ્રાફિક પોલીસ બચારા કશું ન કરી શકે તો પછી એક ફ્લાય-ઓવર બનાઈ નાખવાનો...પછી જુવો ગાડી કેવું સડસડાટ જાય.
ગગન: વાહ દોસ્ત, હવે સમજ્યો તું. હા, એ ફ્લાય ઓવર જેવું જ... આ જોને દરેક જગ્યા એ લાંચ-રુશ્વત, પોલીસવાળા ય એમાં શામેલ, કોઈને કંઈ સારું કામ કરવું હોય તો ય ન કરી શકે. એટલે પછી ગાડી સડસડાટ ચાલે એવું કૈંક જોઈએને.
જગન: (દાઢી ખંજવાળીને) ખરી વાત...પણ એક પ્રોબ્લેમ છે.
ગગન: શું? શું?
જગન: જો ફ્લાય-ઓવર પર ટ્રાફિક જામ થઇ જાય તો?
ગગન: એટલે...
જગન: એ જ કે ફ્લાય ઓવર પર ટ્રાફિક નામના અજગરની લાંબી પૂંછડી આવીને અટકે તો? અજગર એ થોડી જુવે કે આ રસ્તો છે કે ફ્લાય-ઓવર, અહીં તો બધું એના બાપનું. એ તો ફ્લાય ઓવરને પણ વીંટળાઈ વળે. ફ્લાય ઓવરની એક જ તકલીફ હોય છે કે એક વાર તેના પર ટ્રાફિક જામ થઇ જાય તો જવાને કોઈ રસ્તો ન રહે. ભ્રષ્ટાચાર પણ એક અજગર જ છે ને, એ તો પંચાયત હોય કે સંસદ, ત્રીલોક્પાલ હોય કે શિશુપાલ, કોઈને ય ભરડો લ્યે... પછી શું કરશું?
ગગન: મને ખબર જ હતી કે તું છે જ નિરાશાવાદી. તને બધી જગ્યાએ પ્રોબ્લેમ દેખાય છે. તું અને તારા જેવા લોકોએ જ આ દેશમાં કંઇક સારું થવા નથી દીધું. દેશની હાલત તો જો... કંઇક સારું થાય છે તો પછી થવા દેને. નહિ તો પછી દર પાંચ વર્ષે વોટ નાખીને કકળાટ કર્યા કરજે.
જગન: ભઈલા, આમાં 'હું શું છું કે નહિ' તે વચ્ચે ક્યાંથી આવ્યા? પ્રોબ્લેમ ટ્રાફિક ઉર્ફ ભ્રષ્ટાચારનો છે ને, ભ્રષ્ટાચાર જાત-પાત, ઊંચ-નીચ, આગળ-પાછળ, ઓટોનોમસ, ઓટોમેટીક-સેમી-ઓટોમેટીક જોઇને ફેલાય છે? ધારો કે તમારી સંસ્થા પર કોઈ રાજકીય દબાણ નથી પણ તેમાં કામ કરનારા લોકો શું મંગળ ગ્રહ પરથી લાવશો, મગનલાલ! લોકો તો આ જ સમાજના હશેને અને તેમાંના કેટલાક કોઈકને ફેવર કરવા તત્પર હશે ને...
ગગન: જગલાઆઆ...બહુ દોઢ-ડાહ્યો ન થા. તારી પાસે બીજો કોઈ રસ્તો હોય તો બતાવ. સારા કામમાં વિઘ્નો ઉભા નહિ કર.
જગન: મારી પાસે એક જ રસ્તો છે જે મતદાર મથક સુધી જાય છે અને ત્યાં જઈને હું કોઈના લમણે સિક્કો મારીને આવી જઈશ. પછી પાંચ વર્ષ સુધી નીચી મૂંડીએ રાહ જોઇશ. આ સિવાય, હાલમાં કોઈ રસ્તો નથી મારી પાસે...
ગગન: બસ તો પછી, મૂંગો મર. તમારા જેવા નેગેટીવ, નિરાશાવાદી, શંકાશીલ, સીનીકલ લોકોથી દેશ ભરેલો છે, એટલે જ કંઈ થતું નથી.
જગન: હું નેગેટીવ-નિરાશાવાદી-શંકાશીલ-સીનીકલ ને તું ઓપ્ટીમીસ્ટ-આશાવાદી-પ્રેક્ટીકલ-પોપટ એમ ને. ભાઈ ગગનલાલ, સમાજ સુધારણા તો કંઈ સંસ્થાઓ બનાવવાથી થતી હશે. એના માટે તો જાતે મહેનત કરાવી પડે, આપણા પોતાનાથી શરૂઆત કરાવી પડે, ગાંધીજીને જેમ.
ગગન: એમ જગન ગાંધી? ચાલો, કરીએ શરૂઆત તમારાથી...બોલો, શું કરશો?
જગન: યાર, એમ તો મનેય ખબર નથી. સાલું, કરવાનું શું? ચાલો આપણે પ્રતિજ્ઞા કરીએ કે આજથી હું કોઈ ભ્રષ્ટાચાર નહિ કરું અને તને કરવા પણ નહિ દઉં. હું કોઈને લાંચ-રિશ્વત નહિ આપું.
ગગન: સરસ, લગે રહો...
જગન: પણ યાર, આપણે એમેય ક્યાં ભ્રષ્ટાચાર કરતાં હતાં. અને સૌથી મહત્વની વાત, લાંચ આપવા પૈસા જોઈએ ને. અહીં પૈસા જ કોની પાસે છે...હાહાહા...
ગગન:તને મજાક સુઝે છે, હું સીરીયસ છું. આ એક જ રસ્તો છે અને આ એક જ મોકો છે. સરકારની દાનત ખરાબ છે એટલે જ એ લોકો ત્રિલોક્પાલને મોકલતા નથી...મજબૂત ત્રીલોક્પાલ, સૌથી મજબૂત ત્રીલોક્પાલ, મજબૂતમાં મજબૂત ત્રિલોક્પાલની જરૂર છે આપણને.
જગન: એટલે કે કોઈ જોરદાર પહેલવાનની વાત ચાલે છે આ?
ગગન: એવું જ સમજી લે. જો પહેલા તો જજ-જ્યુરી-વકીલ-પોલીસ બધા જ એક હોવા જોઈએ. જેવો કોર્ટમાં કેસ ગયો કે સાથે ફેંસલો. ત્રિલોકપાલ ઇન, ભ્રષ્ટાચાર આઉટ.
જગન: તો પછી સાક્ષીને શું કામ બાકી રાખે છે, ત્રિલોકપાલ સાક્ષી પણ બનાવી લે એટલે પત્યું! એ જેને નક્કી કરે તેને સજા. અને એક કામ કર, જલ્લાદની પણ શું જરૂર છે? એ કામ પણ ત્રિલોકપાલને કરવા દે. ભ્રષ્ટાચારની સજા ફાંસી, આ કોર્ટ-કચેરીની માથાકૂટ જ નહિ.
ગગન: મારી મજાક ઉડાવે છે? જો આજે ત્રિલોક્પાલ હોત તો આ બધા સરકારી મંત્રીઓ આજે જેલમાં ગયા હોત. ચુન ચુન કે...સમજ્યો?
જગન: વાહ ગગનવાલા વાહ! અબ ખુદ હી જજ બન ગયે?
ગગન: તું આ તારા બંધારણ-ફન્દારણ, કાયદો-વ્યવસ્થાનું પૂંછડૂ પકડીને બેસી રહે અને આ દેશને લૂંટાતા જોતો રહે. તમે બધા એ જ લાગના છો.
જગન: એમ? તો પછી તું શું લાગનો છે?
ગગન: હું ત્રિલોક્પાલની સાથે છું. બસ હવે ત્રિલોક્પાલનું રાજ હવે આવતું જ હશે. એ આવશે અને બધું બદલાઈ જશે. જગનીયા, છેલ્લી વાર કહી દે કે તું મારી સાથે છે કે મારી વિરુદ્ધમાં?
જગન: એવું ક્યારથી થઇ ગયું? અલ્યા તું કંઇ પેલા બુશડાની જેમ ઈરાક પર યુદ્ધ કરવા જાય છે અને એવું માને છે કે જે તારી સાથે લડવા ના આવે તે બધા તારી વિરુદ્ધમાં? કેમ એ બુશડા જેટલી બુદ્ધિ રહી ગઈ છે તારામાં હવે?
ગગન: બસ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.
જગન: શ્રી ગગનભાઈ ગીતાવાળા. આપ ત્રિલોક્પાલની રાહ જુવો, ત્યાં સુધી હું જરા વોક લઈને વોટ કરી આવું.
ગગન: મને પહેલેથી ખબર હતી કે કંઇક નક્કર કરવાનું આવશે તો તું તેમાં હજાર વાંધા-વચકા કાઢશે. તને છેને પેલા ટીવી પર આવતા, ગોળ-ગોળ બોલતા અને કોઈ પણ પ્રકારના સોલ્યુશનની જગ્યાએ પ્રોબ્લેમ-પ્રોબ્લેમ બોલતા બુદ્ધિ વગરના બુદ્ધિજીવીઓ જ ગમે છે. ડૂબી મરો બધા ભેગા થઈને. અહીં પહેલીવાર કંઇક નક્કર કરવાનો મોકો મળ્યો છે એટલે હું તો એ કરવાનો છું. તું છે જ ડરપોક બિલ્લી.
જગન: અને તું ભસ-ભસ કરતો પાગલ કૂતરો.
ગગન: (આગળ ધસી આવતાં) કૂતરો કોને કહે છે?
જગન: તને...
ગગન: એમ? સાલા ડરપોક...
ગગન: ઓકે.
ગગન: શું થયું?
જગન: આ પેલા મતદાર મથકે લાંબી લાઈન હતી. થોડી ધક્કામુક્કી થઇ એટલે હું બધાને સમજાવતો હતો કે આજના ચૂંટણીના અવસરનું લોકશાહીમાં મહત્વ શું છે અને તેના માટે જાહેર શિસ્ત કેટલી જરૂરી છે? તેમાં એક પોલીસવાળાએ મને ડંડો માર્યો...
ગગન: ફૂઊઊઉ...હહાહાહા...હહાહા.
જગન: (થોડી વાર રહીને) હહાહાહા...
ગગન: હાહાહા...
જગન: હાહા...બહુ મજા પડી નહિ આજે!
ગગન: હે લોકશાહીના સાચા સેવક, તમારી સેવા માટે સરકારે આપેલો પદક તો બતાવો.
જગન: (હસતાં-હસતાં) ચલ તને પણ અપાવું. મફતમાં મળે છે. અને હું કહીશ કે ચાર મારીને એક ગણજો.

(બંને એક-બીજાની ફેંટ પકડી લે છે અને હાથ ઉગામે છે. થોડી વાર પછી ધીરે-ધીરે છૂટા પડે છે અને બે જુદી દિશામાં ઉભા રહે છે. કોઈ કંઇ બોલી શકતું નથી. આખરે...)
જગન: હું વોટ આપવા જવું છું. ગગન: ઓકે.
(ફરી શાંતિ છવાય છે. નેપથ્ય પર રંગ બદલાય છે અને જગન પાછો ફરે છે.)
જગન: આ નાલાયકોને કંઈ ભાન જ પડતું નથી. મતદારો સાથે આવો વ્યવહાર કરાય... ગગન: શું થયું?
જગન: આ પેલા મતદાર મથકે લાંબી લાઈન હતી. થોડી ધક્કામુક્કી થઇ એટલે હું બધાને સમજાવતો હતો કે આજના ચૂંટણીના અવસરનું લોકશાહીમાં મહત્વ શું છે અને તેના માટે જાહેર શિસ્ત કેટલી જરૂરી છે? તેમાં એક પોલીસવાળાએ મને ડંડો માર્યો...
ગગન: ફૂઊઊઉ...હહાહાહા...હહાહા.
જગન: (થોડી વાર રહીને) હહાહાહા...
ગગન: હાહાહા...
જગન: હાહા...બહુ મજા પડી નહિ આજે!
ગગન: હે લોકશાહીના સાચા સેવક, તમારી સેવા માટે સરકારે આપેલો પદક તો બતાવો.
જગન: (હસતાં-હસતાં) ચલ તને પણ અપાવું. મફતમાં મળે છે. અને હું કહીશ કે ચાર મારીને એક ગણજો.
ગગન: હવે તારા હૈયે ટાઢક વળી? આપી દીધો વોટ અને લઇ લીધો શિરપાવ.
જગન: (ગંભીરતાથી) ક્યાંથી વોટ આપું? ઢાઢા રંગાયેલા હોય, લોકશાહી ઠોકશાહી લાગતી હોય પછી વોટ આપવાનું મન કોને થાય? તોય મન મજબૂત કરીને હું અંદર ગયો પણ ખરો, પેલું ફોર્મ હાથમાં લીધું, બધાય ના નામ વાંચ્યા અને અજબ વાત બની. બધા ય ઉમેદવારોની નિશાન એક જ હતું - ડંડો! હવે શું કરવું? એટલે કોરું ફોર્મ મૂકીને ચાલી આવ્યો.
ગગન: હા, યાર. વાત સાચી છે. વોટ કોને આપવાનો... સાલા બધા એક જેવા જ હોય છે. એટલે જ કહું છું કે ત્રિલોક્પાલની રાહ જો, એ બધા ય ને સરખા કરી દેશે અને ન થાય તેના હાડકાં ખોખરાં...
જગન: ભાઈ, તારા ત્રિલોક્પાલના હાથમાં ય પોલીસ જેવો ડંડો જ હશે ને. પોલીસવાળા મતદાર મથકની વ્યવસ્થા જાળવવા માટે હોય, મતદાર મથક ચલાવવા માટે નહિ. પોલીસ બધી સરખી. ડંડો કોઈનો સગો નહિ. લોકશાહી લોકોથી ચાલે, ડંડાવાળાથી નહિ. આ ડંડા વગરની લોકશાહી માટે તો પેલા પોતડીવાળા દાદાએ અને પેલા બારડોલીવાળા પટેલે મહેનત કરી હતી.
ગગન: અલ્યા, હજી તારું લોકશાહીનું ભૂત ઉતર્યું નથી.
જગન: કેમ, તારું ત્રિલોક્પાલનું ભૂત ઉતર્યું?
ગગન: ના. હું તો ત્રિલોક્પાલની રાહ જોવાનો છું. (ગાવા લાગે છે) ત્રણેય લોકના પાલનહારા, હરે મુરારી ત્રિપુરારી...
જગન: હું પણ રાહ જોઇશ ત્યારે...
ગગન: શેની?
જગન: લોકશાહી મારા સુધી પહોંચે તેની.
(બંને ક્ષિતિજો સામે મીટ માંડીને બેસી રહે છે. નેપથ્યના રંગ બદલાય છે પણ બંને પાત્રો અચળ છે.)
નોંધ: શ્રીમાન સેમ્યુએલ બેકેટની ક્ષમાપ્રાર્થના સાથે.
લોકપાલ વિશે હવે ફારસ સિવાય બીજા કોઇ સ્વરૂપમાં લખી શકાય એવું રહ્યું નથી, એવું ઘણા વખતથી લાગે છે. જગન-મગને જબરી મઝા કરાવીઃ-))
ReplyDeleteI read till end to find some optional solution but I was naive.
ReplyDeleteHad same experience as Envy :-(
ReplyDeleteસાહેબ, તમે ઝીણું કાંતો કે જાડું પણ એના થી ચાદર, રૂમાલ, ધોતી, લંગોટ કૈંક તો બનવું જોઈએ ને !!
ReplyDelete"તારી પાસે બીજો કોઈ રસ્તો હોય તો બતાવ. સારા કામમાં વિઘ્નો ઉભા નહિ કર."
ReplyDeleteઆ સંવાદ વર્તમાન પરિસ્થિતિ વિષે બધું જ કહી દે છે. હવે તો સ્થિતિ એવી છે કે તમારી પાસે કશોક વિકલ્પ/સૂચન હોય તો જ બોલવું/લખવું/કાંતવું.એમ ન હોય અને તમે માત્ર આંગળી ચીંધવા માંગતા હો તો તમે બુદ્ધિજીવી(અથવા એને સમકક્ષ કોઈ પણ ગાળ) છો- મતલબ કે સાથે નહીં, પણ સામે છો.
ટોળાની સમજણને પડકારનારા તમે કોણ? હૈસો હૈસોના આવા સૂસવાટામાં ય તમે ગેરસમજણના સઢ ખોલી નાંખવાને બદલે સમજણના હલેસાં હલાવ્યે રાખો તો પછી હવે તો સેમ્યુઅલ બેકેટ બચાવે ત્યારે ખરું...
તમે તો કાંતીને તાકો વણ્યો છે, એમાંથી સૌ પોતપોતાના ખપ અને સમજણ મુજબ ખમીસ, ઝભ્ભો, પગલૂછણિયું કે બીજું કંઇ બનાવી લે એવી અપેક્ષા રાખીએ.
વાહ બીરેનભાઈ!
ReplyDeleteજો કે જે લોકો પોતપોતાના ખપ અને સમજણ મુજબ ચાદર, રૂમાલ, ધોતી, લંગોટ વગેરે ન બનાવી શકતા હોય તે પોતાની મનગમતી દુકાનમાં જઈને જેટલું પહેરવા જેવું લાગે તે પ્રમાણેના તાકા લઇ જ શકે છે. તેમના માટે દુનિયાભરના 'શોરૂમ' ખુલ્લા પડ્યા છે. અહીં તેમની કોઈ જરૂર નથી, અહીં કોઈ 'ભલે પધાર્યા'ના તોરણ પણ બંધાયા નથી. ;)
Farce as theatre! What a super idea, and very well-written. Loved it.
ReplyDelete