અમારી પાસે બીબાં છે, અમે બીબેદાર લોકો છીએ.
અમે બીબાંમાં જીવીએ છીએ, બીજાને બીબાંમાં ઢાળીએ છીએ.
આમ તો જૂનો ધંધો છે પણ અમે નવો કૉન્સેપ્ટ લાયો છે.
તમને ખબર પડે તે પહેલાં... બીબું ફીટ, જાદુ હીટ.
કામ સાવ સીધું છેને માંગ બહુ મોટી છે,
દિમાગને મારો તાળાં, દિલને મારો ખપાટિયાં,
આમ તેમ જોયા વિના ઠોકી મારો મોટા ખીલ્લા.
આંખો ઉઘડે તે પહેલાં... બીબું ફીટ, જાદુ હીટ.
અમારી બીજી ઘણી શાખાઓ છે,
પણ અમે પેલ્લેથી છોડ નથી રોપતાં.
વસંત કે વર્ષાની રાહ નથી જોતા, ફૂલ-ફોરમની માથાકૂટ જ નહિ.
જમીન પોલી કરી, શાખાઓ ખોસી, માંચડો રચી બેસી જવાનું,
અંકુર ફૂટે તે પહેલા... બીબું ફીટ, જાદુ હીટ.
અમારી પાસે ખાલિસ સોનેરી-રૂપેરી બીબાં મળશે.
ચમકતાં, રણકતાં, ઝગમગતાં, જરૂર પડે તો મઘમઘતાં,
અંદરના ટકોરાં અને બહારની તાજી હવા સામે ફૂલપ્રૂફ,
અવાજ ઉઠે તે પહેલાં... બીબું ફીટ, જાદુ હીટ.
આજ અમારો ધંધો, આજ અમારો સંદેશ,
ગ્રાહક અમારો રાજા, અમારી એક જ ઝુંબેશ.
બીબાંઢાળ, ટોળાબંધ, સાંકડ-માંકડ, એકરૂપ સમાજની રચના.
કોઈ અલગ પડે તે પહેલાં... બીબું ફીટ, જાદુ હીટ.
તા.ક. - રાજકીય પાર્ટીઓના ઑર્ડર પર પૂરતું ધ્યાન દેવામાં આવશે.
ઋતુલ જોષી
૧૦-૦૩-૨૦૧૨

|
Bahot achchhe. Very sharp and powerful.
ReplyDeleteThanks a lot. It's feels good to know that a poet like you liked it! :)
Deleteliked it,, it works perfectly, you can not say you are not a poet. :D
ReplyDeleteચિંતન, દરેક વ્યક્તિ કવિ જ હોય છે પણ કેટલાક અહિંસામાં માનતા હોઈ પોતાની જાતને કવિ કહેતા નથી...બાકી આજકાલ પોતાને કવિ કહેતા લોકોની સામે જોતા એવું લાગે છે. આવા લટકણીયા ન લગાડીએ તો સારું! :D
Deleteબીબા બહારની રચના! એકદમ હીટ!!!
ReplyDeleteThanks! All three comments are from 3 poets of my liking so I believe that it must be good. :)
Deleteમર્મવચન. સત્યવચન.
ReplyDeletea token of appreciation from an ordinary man! :))
'Thanks a lot' from another ordinary man! :)
Deleteઓહ...બીબાં સાંભળી જશે તો હુમલો કરશે...!!!
ReplyDeleteSuper-Duper Hit....But yes, agree with you on not considering yourself a 'Kavi'...You are much more than that...This write-up made my day...
મઝા પડી ગઇ.
ReplyDeleteગ્રાહક અમારો રાજા, અમારી એક જ ઝુંબેશ.
બીબાંઢાળ, ટોળાબંધ, સાંકડ-માંકડ, એકરૂપ સમાજની રચના
અંદરના ટકોરાં અને બહારની તાજી હવા સામે ફૂલપ્રૂફ..
ReplyDeleteબહોત ખૂબ!
હ્રુતુલ ભાઈ-
ReplyDeleteજબરી કવિતા છે....ગુજરાતી ભાષા માં લખાતી કવિતા કરતાં અલગ.સારી.લખતા રહો....
enjoyed.
ReplyDeletesaras...
ReplyDelete